સાયકલ સવાર લાયન સુભાષચંદ્રએ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રવાસ અંગેની જાણકારી આપી મોરબીઃ હરિયાણાથી જળ બચાવો, પર્યાવરણ બચાવો અભિયાન સાથે સમગ્ર દેશમાં સાયકલ પરિભ્રમણ કરવા નીકળેલા લાયન સુભાષચંદ્ર બિસ્નોઈ હાલ ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ત્યારે સુભાષચંદ્ર બિસ્નોઈ મોરબી પહોંચ્યા હતા. મોરબી પહોંચેલા લાયન સુભાષચંદ્ર બિસ્નોઈનું મોરબી લાયન્સ ક્લબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે લાયન સુભાષચંદ્ર બિસ્નોઈએ જુદા જુદા રાજ્યમાં સાયકલ પ્રવાસના અનુભવો અને આ યાત્રાના મૂળ ઉદ્દેશ અંગે જાણકારી આપી હતી. આ સાયકલ યાત્રાના ઉદ્દેશ અંગે જાણકારી આપતા સુભાષચંદ્રએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર નલ સે જલમાંથી પ્રેરણા સાથે આ અંગે પોતે કંઈક કરવાની મહેચ્છા સાથે પહેલા હરિયાણા બાદ દેશનાં જુદાજુદા રાજ્યમાં સાયકલ પર આ અંગે પ્રવાસ સાથે લોકોને પાણીનું મહત્વ અને પર્યાવરણ માટે વૃક્ષોનું મહત્વ અંગે જાણકારી સાથે તે અંગે તકેદારી સાથે બિનજરૂરી પાણીનાં વ્યય ના કરવા અપીલ સાથે પોતાના લાયન્સ કલબનાં મિત્રો અને લાયન્સ પરિવાર સાથે આ અંગે લોકોમાં જનજાગૃતિ અભિયાન ચલાવવા અપીલ કરી હતી.. તેમજ પોતાના આ મિશન અંતર્ગત મોરબી આવેલ લાયન સુભાષચંદ્ર મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબીનાં ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની શુભેચ્છા મુલાકાત લઈ પોતાના સાયકલ પ્રવાસ અંગે જાણકારી આપી હતી. આ તકે મોરબી વાસીઓ અને ગુજરાત સરકાર વતી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સુભાષચંદ્ર બિસ્નોઈને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી...તેમજ પ્રધાનમંત્રીનાં પ્રેરક અભિયાનને વિવિધ રાજ્યમાં સાયકલ દ્વારા પ્રવાસ કરી તેમના આ મિશનને લોકો સુધી પહોંચાડવા પ્રેરક પ્રયત્ન અંગે પ્રોત્સાહિત કર્યા હતા. મોરબીથી અમદાવાદ, ગાંધીનગર પોતાના સાયકલ પ્રવાસે નીકળતા લાયન સુભાષચંદ્ર બિસ્નોઈને મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તેમની આ શુભેચ્છા મુલાકાત બાદ તેઓની આગળની યાત્રા સુખમય બને અને લોકોમાં વધુ ને વધુ પાણી અને પર્યાવરણના મહત્વ અંગે જાગૃતિ આવે તેવા મિશન સાથે સાયકલ યાત્રા સુખમય બની રહે, તેમજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત સમયે પોતે પણ સાથે રહેશે તેવી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લાયન સુભાષચંદ્રને ખાતરી આપી હતી. આ તકે સાયકલ દ્વારા સમગ્ર દેશનાં વિવિધ રાજ્યનાં પ્રવાસે નીકળેલા સુભાષચંદ્રએ ગુજરાતી મિતભાષી સરલ સાદગી સભર મંત્રી તરીકે પોતાના સમગ્ર પ્રવાસ દરમિયાન આગવી યાદ સ્વરૂપ ગણાવી મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને મોરબી લાયન્સ કલબ અને લાયન્સનાં રમેશભાઈ રૂપાલા અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.