આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ડેન્ગ્યુ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો મોરબી : આજે રાષ્ટ્રીય ડેંગ્યુ દિવસ નિમિત્તે પ્રિ-મોનસુન કામગીરીના પગલે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના કર્મચારીઓ દ્વારા ઇન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તેમજ મચ્છરજન્ય રોગો અંગે માહિતી અપાઈ સજાગ કરવામાં આવ્યા હતા.તથા ઘરોમાં સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં વરસાદની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે.જેનાથી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્યરોગો થવાની શક્યતાઓ વધી જતી હોય છે.જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતીરા,જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ચેતન વારેવડીયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો.હિરેન વાંસદડીયાના માર્ગદર્શન હેઠળ આજથી મેલેરિયાગ્રસ્થ ગામોમાં IRS(ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે)ની કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના તાબાના ગામો કરવામાં આવી હતી. આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જેમ કે સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ,અંજુબેન જોશી,દિલીપભાઈ દલસાનિયા,પંકજ ગોરાણી, પિંકલબેન પરમાર,હંસાબેન ઉભડિયા જોડાયા હતા.વધુમાં વધુ ગામજનો પોતાના ઘરમાં આ સ્પ્રેનો છંટકાવ કરે એ માટે સરપંચ હંસાબેન સુરેલાએ પોતાના ઘરથી શરૂઆત કરી હતી.તેમજ ઉપસરપંચ જયેશભાઇ હોથી દ્વારા ગામજનોને આ દવાનો છંટકાવ કરવા અપીલ કરી હતી. આજે રાષ્ટ્રીય ડેંગ્યુ દિવસ નિમિત્તે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના કર્મચારીઓ દ્વારા ગામના લોકોમાં આગામી દિવસોમાં મચ્છરના ઉપદ્રવથી થતો રોગચાળો જેવો કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે ન થાય એ માટે સઘન સર્વે કરી,લોકોમાં જન જાગૃતિ આવે એ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.તેમજ પાણીમાં થતા પોરાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.