સીરામીકમાં માર્કેટિંગનું કામ કરતો યુવાન મોરબીથી રાજસ્થાન જતો હતો ત્યારે બનેલી ઘટના હળવદ : આજે વહેલી સવારે કચ્છ-અમદાવાદ હાઈવે પર રણજીતગઢ ગામના પાટિયા નજીક કાર પલટી મારી જતા મોરબીના આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું. બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારના મોરબી ખાતે રહેતા નિરંજનભાઇ મહેન્દ્રભાઈ કુંડારીયા ઉ.24 બલેનો કાર નંબર જીજે 36 એસી 3834 લઈ મોરબીથી રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા ત્યારે કાર હળવદ તાલુકાના રણજીતગઢ ગામના પાટિયા નજીક પહોંચતા તેઓની કાર એકા એક પલ્ટી મારી જતા નિરંજનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.