ગામલોકો માટે સમૂહ ભોજનનું આયોજન મોરબી : ટંકારા પડધરીના ધારાસભ્યના પુત્રની પુણ્યતિથિ નિમિત્તે પાનેલી ગામે બુધવારે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં પાનેલી ગામ તથા આસપાસના ગામોના લોકોને લાભ લેવા અપીલ કરી છે.આ સાથે બપોરે પ્રસાદનું પણ આયોજન કરેલ છે. ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલભાઈ લલીતભાઈ કગથરાની પુણ્યતિથિ નિમિત્તે મોરબી તાલુકાના પાનેલી ગામે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આગામી તા.18ને બુધવારના રોજ સવારે 8:30 થી સાંજ 5 વાગ્યા સુધી પ્રાથમિક શાળા,પાનેલી,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે.પાનેલી ગામ,આસપાસના ગામોના લોકો તથા લાભાર્થી ભાઈઓ,બહેનોને સર્વ રોગ નિદાન કેમ્પના સેવા યજ્ઞમાં લાભ લેવા આમંત્રણ છે.આ સાથે બપોરે પ્રસાદનું પણ આયોજન કરેલ છે. પાનેલી ગામના લોકો માટે (ધુમાડા બંધ) સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.