મોરબી : મોરબીમાં ABVPના આયામ રાષ્ટ્રીય કલા મંચ દ્વારા ઓપન માઇક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVPના આયામ રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત ઓપન માઇક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ મોરબીના i91 રિસોર્ટ ખાતે રાખેલ હતો.તેમા મોરબીના વિધાર્થીઓએ ભાગ લીધો અને મનગમતી કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.