મોરબી : મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સાધારણ સભા યોજાઈ હતી.જેમાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સાધારણ સભા ગત તા.15ને રવિવારના રોજ મળેલ હતી.જેમાં પ્રમુખ તરીકે બી.સી.ગામી અને મહામંત્રી તરીકે ભાવેશ એમ.પ્રજાપતિની સર્વાનુમતે વરણી થયેલ હતી.