મોરબી : મોરબીના ઘુંટુ નજીકથી તાલુકા પોલીસ ટીમે રૂપિયા 20ની કિંમતના બાઈક ઉપર હળવદના સુંદરગઢ ગામેથી ભોપાભાઇ ચંદુભાઇ ખાંભડીયા પાસેથી 50 લીટર દારૂ કિંમત રૂપિયા 1000 લઈને નીકળેલા શબીરભાઇ અકબરભાઇ મોવર, રહે. માળીયા, મદરેસાની બાજુમાં વાળાને ઝડપી લઈ રૂપિયા 21000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી દારૂનો જથ્થો આપનાર સુંદરગઢના ભોપાભાઇ ચંદુભાઇ ખાંભડીયાને ફરાર દર્શાવ્યો છે.