મોરબી : મોરબીમાં આવેલ ધ્યાન કેન્દ્રમાં શ્રીશ્રી રવિશંકરજીનો 67મો જન્મદિવસ ઉજવાયો હતો.જેમાં શિક્ષકો અને સાધકોએ લોંગ સુદર્શન ક્રિયાનો લાભ લીધો હતો.તેમજ ભજન,ગુરૂપૂજા,આરતી,પ્રસાદ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. મોરબીના શ્રીશ્રી ધ્યાન કેન્દ્રમાં ગત તા. 13ના રોજ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકર મહારાજનો 67 મો જન્મદિવસ ઉજવાયો હતો.જેમાં સવારે બધા શિક્ષકો અને સાધકોએ સાધના અને લોંગ સુદર્શન ક્રિયાનો લાભ લીધો હતો.સાંજે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં લોકોએ ભજન,ગુરૂપૂજા,આરતી,પ્રસાદ તેમજ ગરબાનો આનંદ લીધો હતો.આ દિવસ પર ખાસ અમદાવાદથી પધારેલ સિનિયર ટીચર ચેતાંસીબેન દવેએ જ્ઞાન, પ્રેમ, આનંદનો વધારો કર્યો હતો.