૩ થી ૮ મહીના સુધીની ગર્ભવતી બહેનો માટે ગાયનેક સોનોગ્રાફી તથા તપાસ કરાશે મોરબી : મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલે રવિવારે ગાયનેક સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ૩ થી ૮ મહીના સુધીની ગર્ભવતી બહેનો માટે નિઃશુલ્ક ગાયનેક સોનોગ્રાફી તથા તપાસ કરવામાં આવશે. આવતીકાલ તા.૧૫ને રવિવારના રોજ મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી અને મોરબી જીલ્લા ભાજપ ચિકિત્સા (મેડીકલ) સેલ તથા મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વરદાન હોસ્પીટલ ડો.અર્જુન સુવાગીયા સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબી,સમર્પણ ઈમેજીંગ સેન્ટર ડો. વિરેન સંઘાણી મહેશ હોટલ પાસે, શનાળ રોડ, મોરબી અને પાર્થ હોસ્પીટલ, હળવદ ડો. અંકીત/મીલન માલમપરા, રેલ્વે સ્ટેશન મેઈન રોડ, હળવદ ખાતે ''ગાયનેક સોનોગ્રાફી કેમ્પ' યોજવાનું નકકી કરેલ છે.આ કેમ્પમાં ૩ થી ૮ મહીના સુધીની ગર્ભવતી બહેનો માટે નિઃશુલ્ક ગાયનેક સોનોગ્રાફી તથા તપાસ કરવામાં આવશે.