કારનો બુકડો બોલી ગયો, 108ના સ્ટાફે અકસ્માતગ્રસ્ત કાર તોડીને ઘાયલને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયો ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાના મિતાણા ઓવરબ્રિજ પાસે ટ્રેકટર પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી.જેમાં એકને ગંભીર ઇજા પહોંચી હતી.જો કે કારનો બુકડો બોલી ગયા બાદ 108ના સ્ટાફે અકસ્માતગ્રસ્ત કાર તોડીને ઘાયલને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયો હતો. અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાના મિતાણા ઓવરબ્રિજ પાસે મોરબી તરફ જઈ રહેલા ટ્રેકટર પાછળ એક કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી.આ ગંભીર અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો.આ બનાવની જાણ થતાં 108ની ટીમના ગામેતીભાઈ અને ડૉ.રુબીયાબેન ઘટનાસ્થળે દોડી જઈને કારમાં ફસાયેલા ગંભીર ઇજાગ્રસ્ત નરેન્દ્ર છગનભાઇ (રહે, મોરબી) ને બહાર કાઢીને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમીસાંજે બનેલી આ અકસ્માતની ઘટનાને પગલે થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.