મોરબી : મોરબીમાં સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં સદગતના સ્મરણાર્થે રૂ.51 હજારનું દાન આપવામાં આવ્યું હતું. વેલજીભાઈ ગોવિંદભાઈ હડીયલ,દીનાબેન વેલજીભાઈ હડીયલ તરફથી તેમના માતાશ્રી સ્વ.લાડુબેન ગોવિંદભાઈ હડીયલના સ્મરણાર્થે હડીયલ પરિવાર તરફથી પુનિત વેલજીભાઈ અને પૌત્ર હર્ષિલના હસ્તે રૂ.51 હજારનો ચેક જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવેલ હતો. જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ફ્રી એસી ઓક્સિજન એમ્બ્યુલન્સ સેવા,સતવારા જ્ઞાતિ માટેઅંતિમયાત્રા માટે ફ્રી વૈકુંઠ રથ સેવા,તમામ જ્ઞાતિ માટે તેમજ મોરબી સતવારા સમાજના કોઈપણ પરિવારમાં દુઃખદ અવસાન સમયે ક્રિયાકર્મ બાદ ઘેર પરત આવે ત્યારે ફ્રી ભોજન પહોંચાડવાની,શ્રદ્ધાંજલિ સેવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ટ્રસ્ટી મંડળના તમામ સભ્યઓ હડીયલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.