હળવદ : હળવદ શહેરમાં આવેલ સરા નાકા નજીક ભેણીના ઢાળ પાસે એસટી બસ અને સીએનજી રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા સીએનજી રીક્ષામાં સવાર બે યુવાનોને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે એક યુવાનને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ સરા નાકા નજીક ભેણીના ઢાળ પાસે વાંકાનેર ડેપોની ડુમકા વાકાનેર રૂટની એસટી બસ અને સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સીએનજી રીક્ષામાં બેઠેલા જયદીપભાઇ મનસુખભાઈ સુરેલા અને ગોપાલભાઈ શામજીભાઈ ઈંદરિયાને ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જો કે, ગોપાલભાઈને નાકના ભાગે વધુ ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે બનાવ સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.