37 વિદ્યાર્થીઓ ઝોનકક્ષાએ અને 4 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા મોરબી :જિલ્લા લેવલે યોજાયેલ ખેલ મહાકુંભમાં સાર્થક વિદ્યામંદિરના 37 વિદ્યાર્થીઓ ઝોનકક્ષાએ અને 4 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ રમશે.સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ જુદી-જુદી રમતમાં સારું પ્રદર્શન કરી ઝોનકક્ષાએ અને રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. ખેલ મહાકુંભમાં જિલ્લા લેવલે યોજાયેલ ચેસ ઇવેન્ટમાં ઝાલા દ્રશ્ય દ્વિતીય ક્રમાંકે,એથ્લેટીક્સ ઇવેન્ટમાં કવૈયા ધાર્મિક ચક્રફેકમાં પ્રથમ ક્રમાંકે,ઉંચીકુદમાં તેજ વિદ્યાર્થી અને મેણાત ભૂમિ તૃતીય ક્રમાંકે,નારણીયા માનવ સ્કેટિંગ ઇવેન્ટમાં 500 મીટરમાં પ્રથમ ક્રમાંક તેમજ 1000 મીટરમાં દ્વિતીય ક્રમાંકે,બેડમિન્ટન ઇવેન્ટમાં ચૌહાણ અમુલ દ્વિતીય ક્રમાંકે આવેલ છે. કબડ્ડી ઈવેન્ટમાં 2 ભાઈઓ અને 2 બહેનોની મોરબી જિલ્લાની ટિમમાં પસંદગી પામેલ છે.હવે તેઓ ઝોનકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.હેન્ડબોલ ઇવેન્ટમાં 24 બહેનો અને 9 ભાઈઓ મોરબી જિલ્લાની ટિમમાં પસંદગી પામી છે.હવે તેઓ ઝોનકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.ઝોન કક્ષાએ દરેક ઇવેન્ટ થઈને ટોટલ 37 વિદ્યાર્થીઓ તેમજ ટોટલ 4 બાળકોની સીધી રાજ્યકક્ષાએ પસંદગી થયેલ છે. શાળા પરિવાર તરફથી ઝોનકક્ષા તેમજ રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ દરેક વિધાર્થીઓને અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવ્યા હતા.