હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના પાટિયા નજીક હાઈવે પર ગઇકાલે મંગળવારે વહેલી સવારે અમદાવાદથી ઘંઉ ભરી કચ્છ તરફ જઈ રહેલ ટ્રેલર અચાનક ગોથું મારી રોડની સામેની સાઈડમાં ધસી જતા સામેથી આવતી ઇનોવા કાર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ઈનોવા કાર ચાલક સુનિલભાઈ શ્યામભાઈ બારૈયા ઉંમર વર્ષ 26 રહે સાપેડા,તા અંજારને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું હતું.