હળવદ : હળવદનું એસઆરએમ ગ્રુપ ઉમદા માનવ સેવા કરી રહ્યું છે. જે મુજબ તાજેતરમાં ઘોરની આવકમાંથી હોસ્પિટલને ખૂટતા સાધનો વસાવી અપાયા હતા. શિવરંજની મ્યુઝીકલ ગ્રૂપ હળવદ દ્વારા સંગીત સંધ્યા તેમજ ધૂન,ભજન વગેરેનો ધાર્મિક પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે. જે કાર્યક્રમમાં થતી ઘોરની રકમ આ ગ્રુપના સભ્યો સેવાકીય પ્રવૃતિઓમાં અને જરૂરિયાતમંદને મદદરૂપ થવા માટે એકઠી કરીને તેનો યોગ્ય જગ્યાએ ધર્માદો કરી પ્રસંશનીય કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં સ્વ વ્રજલાલ ઈશ્વરભાઈ માકાસણાની પુણ્યતિથિએ યોજાયેલા કાર્યક્રમમાં આવેલા 17 હજારની રકમમાંથી 3 હોસ્પિટલ બેડ લઈ આપવામાં આવ્યા હતા. તેમજ સ્વ ડાયાલાલ પ્રાગજીભાઈ પિત્રોડા અને સ્વ ઊર્મિલાબેન ડાયાલાલ પિત્રોડાને ત્યાંથી આવેલ 8 હજારની રકમમાંથી 6 વોકર, 6 ટોયલેટચેર, 6 બેલેન્સ સ્ટીક ઉપરાંત રોટરી ક્લબ ઓફ હળવદ અને ઇનબૉક્સ કલોથ સંચાલિત ચાલતા કાયમી માનવસેવામાં ઉપયોગી એવા મેડિકલ સાધન વાળા પ્રોજેક્ટમાં વધુ સાધનોની જરૂરિયાત ઉભી થતા 25,000/- રૂપિયાના નવા સાધનો વસાવી આપવામાં આવ્યા હતા.