વેગડવાવનું દંપતિ લગ્ન પ્રસંગ પતાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત હળવદ : આજે સોમવારે હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયા પાસે હાઈ-વે રોડ પર લગ્ર પ્રસંગમાં હાજરી આપી વેગડવાવ પરત બાઈક લઈને જતા દંપતી અને તેમના ભત્રીજાને બોલેરો ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેથી ઈજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી પ્રથમ હળવદ અને ત્યાંબાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા. જોકે અકસ્માત સરર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આજે ચાર વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અનિલભાઈ ચંદુભાઈ સુરેલા તેમના ધર્મ પત્ની જયાબેન અનિલભાઈ સુરેલા અને ભત્રીજો હાર્દિક સુસવાવ ગામે લગ્ર પ્રસંગે હાજરી આપી પરત બાઈક લઈ વેગડવાવ જતા હતા એ વેળાએ માળીયા હાઈવે ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક પુરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતમાં બાઈકમાં સવાર ત્રણેયને ઈજા પહોચતા ૧૦૮ની મદદથી પ્રાથમિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને મોરબી રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ અકસ્માત સર્જી બોલેરો કાર ચાલક નાસી છુટ્યો હતો.