ત્રિદિવસીય ધર્મોત્સવના બીજા દિવસે સંતવાણીની રમઝટ મોરબી : મોરબીના નાનીવાવડી મુકામે રામદેવજી મહારાજના મંદિરે આજથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મંગલમય પ્રારંભ થશે. ત્રિદિવસીય દરમિયાન દેહશુદ્ધિ, પ્રાયશ્ચિત કર્મ, હેમાદ્રી, શ્રવણ, જલયાત્રા, રામદેવજી મહારાજની રાજોપચાર પૂજા, 108 જાતની ઔષધીઓ દ્વારા મૂર્તિ ઉપર મહાઅભિષેક, શિખર કળશ અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે. પ્રતિષ્ઠા કર્મના આચાર્ય પદે માનસ હનુમાન ધામના મહંત ભાનુપ્રસાદ બાપુ બિરાજી સંગીતમય શૈલીમાં રાજોપચાર પુજા કરાવશે. તેમજ ઉપાચાર્ય પદે ચેતન મહારાજ બિરાજશે. ધર્મોત્સવના દ્વિતીય દિવસે એટલે કે તા.10ના રોજ નામી-અનામી કલાકારો સંતવાણીમાં રમઝટ બોલાવશે. આ ઉપરાંત છેલ્લા દિવસે તા.11ને બુધવારના રોજ સાંજે 6:00 કલાકે મહાપ્રસાદ યોજાશે. આ ધર્મોત્સવનો બહોળી સંખ્યામાં ભાવિકોને લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.