લીમડાના ઝાડે ગળેફાંસો ખાઈ લેનાર બન્ને પરણિત હોવાનું સામે આવ્યું મોરબી : મોરબી તાલુકાના શાપર ગામ નજીક જસવંતગઢની સીમમાં પરણિત મહિલા અને પુરુષે સજોડે લીમડાના ઝાડે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના શાપર ગામે જસવંતગઢની સીમમાં લીમડાના ઝાડે લટકી પરણિત મહિલા અને પુરુષે સજોડે આપઘાત કરી લેતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે.ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ લીમડાના ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ લેનાર પુરુષનું નામ નવઘણભાઈ હરખાભાઈ પાંચિયા ઉ.24 અને મહિલાનું નામ ગીતાબેન અમરાભાઈ ભૂંડિયા ઉ.20 હોવાનું તેમજ બન્ને પરણિત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ બન્નેના મૃતદેહોને પીએમ માટે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.