મોરબી : ઓબીસી સંમેલન અંગે મોરબી ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેનની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની ઉપસ્થિતમાં સૌરાષ્ટ્ર ઝોનનું ઓબીસી સંમેલન મળ્યું હતું.સાથો સાથ મોરબી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ જ્યંતીભાઈ પટેલ,મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ મિટિંગ મળેલ હતી. મિટિંગમાં બહોળી સંખ્યામાં ઓબીસી હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે પ્રદેશ ઓબીસી ઉપ પ્રમુખ મુકેશભાઈ ગઢવી,પ્રદેશ ઉપપ્રમુખ ઓબીસી લખમણભાઈ કંજરીય,પ્રદેશ કોંગ્રેસ મંત્રી બાવરવાભાઈ, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામી,પુર્વ બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ આહીર,મોરબી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ કેડી પડસુમબીયા,મોરબી જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ રાણાભાઈ ડાંગર,મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર,મોરબી જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી રમેશભાઈ જારીયા,મોરબી જિલ્લા ઓબીસી મહામંત્રી મનસુખભાઈ વાઘેલા, મોરબી જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ ભરતભાઈ કુંભરવાડિયા,મોરબી જિલ્લા ઓબીસી મહામંત્રી મુકેશભાઈ મોરબી જિલ્લા ઓબીસી મંત્રી હિતેશભાઈ,મોરબી શહેર ઓબીસી પ્રમુખ લખુભા ભા ગઢવી,ટંકારા ઓબીસી પ્રમુખ નિલેશભાઈ,હળવદ તાલુકા ઓબીસી પ્રમુખ જીલુંભાઈ,વાંકાનેર તાલુકા ઓબીસી પ્રમુખ પ્રભુભાઇ,હળવદ તાલુકા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ,ટંકારા તાલુકા ઉપપ્રમુખ દલસુખભાઈ તમામ હોદેદારોએ હાજરી આપી હતી.