મોરબી જિલ્લા કક્ષાએ ખો-ખો કન્યા ટીમ દ્વિતિય ક્રમાંકે વાંકાનેર : વાંકાનેર તાલુકાનાં સમથેરવા ગામની પ્રાથમિક શાળા મોરબી જિલ્લા કક્ષાએ ખો-ખો કન્યા ટીમ દ્વિતિય ક્રમાંકે આવી છે. વાંકાનેર તાલુકાનાં સમથેરવા ગામની પ્રાથમિક શાળાની ખો-ખો કન્યા ટીમે 'ખેલ મહાકુંભ' અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતિય નંબર મેળવી સમથેરવા ગામ અને શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. આગામી સમયમાં આ ટીમના ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. આવી જ રીતે ટીમના ખેલાડીઓ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી. સમથેરવા પ્રાથમિક શાળાનાં શિક્ષક ખો-ખો ટીમના કોચ આસીફભાઈ બાંભણીયા અને શાળાના સ્ટાફે હર્ષની લાગણી વ્યકત કરી હતી.