મોરબી જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

- text


મોરબી : ગ્રામીણ કૃષિ મૌસમસેવા હવામાન આગાહી મુજબ મોરબીમાં આગામી દિવસો હવામાન સૂકું,ગરમ લુંવાળું અને ચોખ્ખું હવામાન રહેવાની શક્યતા દર્શાવી છે.તેમજ પવન દિશા પશ્ચિમ રહેવાની અને પવનની ઝડપ 23 થી 26 કિમિ/કલાક રહેવાની શક્યતા છે.

ગ્રામીણ કૃષિ મૌસમસેવા હવામાન આગાહી આધારિત ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગ દ્વારા ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓનું કૃષિ હવામાન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં મોરબીના તા.7 થી 11 સુધી હવામાન અંગેની વિગત આપવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લામાં આગામી તા.7 થી 11 દરમ્યાન હવામાન સૂકું,ગરમ લુંવાળું અને ચોખ્ખું હવામાન રહેવાની શક્યતા છે.

- text

તા.10 થી 11 સુધી મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન 41-42 ડિગ્રી સેલ્સીયશ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન 25-25 ડિગ્રી સેલ્સીયશ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુતમ ભેજનું પ્રમાણ અનુક્રમે 75-77 અને 32-35 ટકા રહેશે.પવન દિશા પશ્ચિમ રહેવાની અને પવનની ઝડપ 23 થી 26 કિમિ/કલાક રહેવાની શક્યતા છે.

 

- text