સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ હળવદ : હળવદ શહેરના સાનિધ્ય બંગલોમાં રહેતા બ્રાહ્મણ યુવાનના પિતાનું પંદરેક દિવસ પહેલા અવસાન થયા બાદ આઘાતમાં સરી પડેલા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા રવિભાઈ વિજયભાઈ ઉપાધ્યાય નામના યુવાને ગત તા.2ના રોજ ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક યુવાનના પિતાનું પંદરેક દિવસ પહેલા જ મૃત્યુ નીપજ્યું હોય આઘાતમાં સરી પડેલા યુવાને આ પગલું ભર્યાનું મનાઈ રહ્યું છે. આ મામલે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.