સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણા અને રાયની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.06 મે ના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણા અને રાયની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 24 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1670 અને ઊંચો ભાવ રૂ. 2100, ઘઉંની 362 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 442 અને ઊંચો ભાવ રૂ. 530, મગફળી (ઝીણી)ની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1180 અને ઊંચો ભાવ રૂ.1235,જીરુંની 15 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2470 અને ઊંચો ભાવ રૂ.3940,સુવાદાણાની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1350 અને ઊંચો ભાવ રૂ.1350,ધાણાની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1251 અને ઊંચો ભાવ રૂ. 2050,તુવેરની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.974 અને ઊંચો ભાવ રૂ.1074 છે. વધુમાં,ચણાની 91 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.770 અને ઊંચો ભાવ રૂ.894,એરંડાની 237 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1311 અને ઊંચો ભાવ રૂ.1373,રાયની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1240 અને ઊંચો ભાવ રૂ.1257,રાયડોની 21 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1223 અને ઊંચો ભાવ રૂ.1241 છે.