વિદેશી દારૂની 264 બોટલ અને ટોયોટો કોરોલા કાર સહિત 4,19500નો મુદામાલ કબ્જે મોરબી : સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિર્લિપ્ત રાય અને કે.ટી.કમરિયાં જેવા બાહોશ અધિકારીની નિમણુંક બાદ બુટલેગરો અકળાયા છે અને સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટ સુધી વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવા વાયા કચ્છ રૂટ શરૂ કર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે સતર્ક બનેલી માળીયા પોલીસે કચ્છથી રાજકોટ તરફ લઈ જવાતા વિદેશીદારૂના જથ્થા સાથે હોનેસ્ટ હોટલ નજીકથી વધુ એક બુટલેગરને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. માળીયા પોલીસે ટોયોટો કોરોલા કાર સાથે રાજકોટના બુટલેગરને ઝડપી લઈ 4,19,500નો મુદામાલ કબ્જે લીધો છે. માળીયા પોલીસ ટીમના શામજીભાઈ ઉઘરેજા અને જીગ્નેશભાઈ લાંબાને મળેલી સચોટ બાતમીને આધારે કચ્છ નેશનલ હાઇવે ઉપર વોચ ગોઠવી હોનેસ્ટ હોટલ નજીકથી જીજે-10-એસી-0701 નંબરની ટોયોટા કોરોલા ગાડી અટકાવી તલાસી લેતા કાર ચાલક પૃથ્વીરાજ ગુણવંતભાઇ બગીયા રહે.કોઠારીયા મેઇન રોડ રણુજા મંદીર આગળ સુમંગલ પાર્ક, રાજકોટ વાળાના કબ્જામાંથી રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-84 કિંમત રૂપિયા 42000, ઓલ સીજન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-180 કિમત રૂ.67,500 મળી આવતા આરોપી પૃથ્વીરાજનો ઓપો કંપનીનો F15 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.10,000 તેમજ ટોયોટા કોરોલા કાર કિમત રૂપિયા 3 લાખ સહીત કુલ 4,19,500નો મુદામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સફળ કામગીરી માળીયા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા વિશ્વરાજસિંહ ઝાલા,પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ,મહેન્દ્રસિંહ ચુડાસમા, સામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબા સહિતના સ્ટાફે કરી હતી.