બેફામ ચાલતી ગાડીઓના ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવા તાલુકા પંચાયત સદસ્યની મામલતદારને રજુઆત માળીયા (મી.) : રેતીથી ઓવરલોડ થયેલી ગાડીઓ જુના ઘાંટીલાથી પસાર થતી હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અકસ્માતોના બનાવો પણ બને છે.તેથી આ ગાડીઓની અવર-જ્વર બંધ કરાવવા લોકમાં ઉઠી છે. માળીયા તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ કૈલા દ્વારા મામલતદારને લેખિત રજુઆતમાં જણાવાયું છે કે હળવદ તાલુકાના ટીકર તથા મીમાણી ગામથી રેતી ભરેલી ગાડીઓ જુના ઘંટીલાથી વેજલપર ખાખરેચી ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ નેશનલ સ્ટેટ હાઇવે થી રોજ અંદાજે 250 જેટલી ગાડીઓ પસાર થાય છે.જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર અકસ્માતો થયા છે.અને ઘણીવાર ડ્રાઈવરો દારૂ પીધેલી હાલતમાં ગાડીઓ બેફામ ચલાવતા હોય છે.જેના કારણે તાજેતરમાં જુના ઘંટીલા ગામે દુઃખદ ઘટના બની છે.જેમાં એક ગાડીએ 70 વર્ષના વૃદ્ધોનો જીવ લીધો હતો.જેથી ભવિષ્યમાં આવી બીજી ઘટનાનો ન બને.તેથી આ ગાડીઓ ચાલતી બંધ કરાવવા માંગણી છે.જો આ ગાડીઓ તાત્કાલિક બંધ કરાવવામાં નહીં આવે તો ના છૂટકે ગ્રામજનોને સાથે રાખી જનતા રેઇડ કરશું,જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી તંત્રની રહેશે જેની નોંધ લેવી.