મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા હસમુખ કે. વ્યાસ ઉ.77 નામના વૃદ્ધ કોઈ અજાણી દવા પી લેતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.