માળીયાની ટિમ વિજેતા અને ટંકારાની ટિમ રનર્સ અપ ઘોષિત થઇ : બંને ટીમોને ટ્રોફી તેમજ ખેલાડીઓને મેડલ આપી સન્માન કરાયું મોરબી : મોરબી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાના શિક્ષકોની બે દિવસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી કુલ 8 ટિમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં માળીયાની ટિમ વિજેતા બની હતી અને ટંકારની ટિમ રનર્સઅપ રહી હતી.બંને ટીમોને ટ્રોફી તેમજ તમામ ખેલાડીઓનું મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના શિક્ષકોમાં રહેલી એકતા,સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના આશયથી મોરબી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાના શિક્ષકોની બે દિવસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ હતું. આ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી કુલ 8 ટિમોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.જેમાં માળિયા તાલુકાની 'માસ્ટર ઇલેવન' અને ટંકારા તાલુકાની 'બેંગ બેંગ' ટિમ વચ્ચે ફાઇનલ યોજાઈ હતી.જેમાં માળીયાની ટિમ વિજેતા જાહેર થઈ અને ટંકારની ટિમ રનર્સઅપ રહી હતી.બંને ટીમોને ટ્રોફી તેમજ તમામ ખેલાડીઓનું મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેસ્ટમેન તરીકે રાહુલ બળાઈ,બેસ્ટ બોલર તરીકે નિતીન પટેલ,બેસ્ટ ફિલ્ડર તરીકે ભીખાભાઈ ભોરણિયાનું સન્માન કરાયું હતું.સાથે મોરબી જિલ્લા પંચાયતની ટીમ 30મી સ્વ.બળવંતરાય મહેતા સિઝન બોલ ટુર્નામેન્ટ 2022,અમદાવાદ ખાતે યોજાઈ હતી.તેમાં સેમી ફાઈનલ સુધી પહોંચી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ તે બદલ તેના કેપ્ટન લલિતભાઈ ગોહિલ તેમજ અન્ય તમામ ખેલાડીનું અને રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર મોરબીના શિક્ષિકા મિતલબેન કાંચરોલાનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.અંતમાં આ ટુર્નામેન્ટની વિજેતા ટિમ અને મોરબી જિલ્લા પંચાયતની ટિમ વચ્ચે ખાસ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પંચાયતની ટિમ વિજેતા થઈ હતી. આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, પ્રાથમિક શિક્ષણ નિયામક કચરીના શ્રેયાન અધિક્ષક પરેશભાઈ દલસાણીયા, મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.શર્મિલાબેન હુંબલ, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર, મોરબી જિલ્લા ટીચર્સ ટ્રેનિંગ કો.ઓ. પ્રવિણભાઈ ભોરણિયા, મોરબી જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના મંત્રી તુષારભાઈ બોપલીયા, નવા નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર, મોરબી જિલ્લાના તમામ તાલુકાના બી.આર.સી. અને સી.આર.સી. મિત્રો, તાલુકા શાળાના આચાર્યો જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી દિનેશભાઈ હુંબલ, માળિયા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા તેમજ જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિઓ,મોરબી જિલ્લા પંચાયતની ટીમના ખેલાડીઓ તેમજ મોટીબરારના શિક્ષક અનિલ બદ્રકિયાએ ખાસ જહેમત ઉઠાવી હતી. અને ખાસ આ ટુર્નામેન્ટના આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું.તે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના સુરેશભાઈ ડાંગરનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સાથ અને સહકાર આપનાર અન્ય તમામ લોકોનો આયોજકોએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.