મોરબી : મુસ્લિમ ધર્મમાં રમઝાન મહિનામાં રોજાનું અનેરું મહત્વ હોવાથી બાળકોથી માંડી મોટેરાઓ રોજા રાખતા હોય છે. એ જ રીતે ચરાડવા ગામની બાળાએ પણ 30 રોજા પૂર્ણ કર્યા છે. મોરબી જિલ્લાના ચરાડવા ગામે રહેતી 12 વર્ષની ધોરણ 6માં અભ્યાસ કરતી સના ઈલયાસભાઈ મુલતાનીએ રમઝાનના પવિત્ર માસ દરમિયાન 30 રોજા પૂર્ણ કરી અલ્લાહની બંદગી કરી છે.