જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવી વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે મોરબી : હાલ ચાલી રહેલ ખેલ મહાકુંભમાં બરવાળા હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ મોરબી જિલ્લાકક્ષાએ યોજાયેલ રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લઇ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. ખેલ મહાકુંભમાં મોરબી જિલ્લાકક્ષાએ રસ્સા ખેંચ સ્પર્ધામાં અંડર - 17 (બહેનો) હેઠળ સરસ્વતી ભગવતી વિદ્યાલય - બરવાળા (બરવાળા હાઈસ્કુલ)ની વિદ્યાર્થીનીઓએ શાળાના શિક્ષક અશ્વિનભાઇ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.આ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે.આગામી સમયમાં આ વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે.