ટંકારા : આર્ય સમાજ ત્રણ હાટડી શેરી ટંકારા દ્વારા મહિલા યોગ શિબિર અને આર્ય વીરાંગના શિબિર યોજાઈ છે.જેમાં મહિલાઓ અને બાળાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આજ તા.3ના રોજ આર્ય સમાજ ત્રણ હાટડી શેરી ટંકારા દ્વારા એક સાથે બે શિબિરનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં આર્યવીર - આર્ય વીરાંગના દળની શિબિર સાથે મહિલા યોગ શિબિરનો પ્રારંભ થયેલ છે.જેમાં મોટી સંખ્યામાં બહેનોએ મહિલા યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા અને આર્ય વીરાંગના શિબિરમાં 80 કરતાં પણ વધુ બાળકોએ ભાગ લીધો હતો.આર્યવીર દળની શિબિરમાં પંડિત સુવાસ શાસ્ત્રી તથા ચેતનભાઇ સાપરીયા, રીતેશભાઈ પણ પડસુંબિયા, હિરેનભાઈ ગઢવી, હિતેશભાઈ પરમાર,મનિષભાઈ ગઢવી, સેવા આપી રહ્યા હતા.જ્યારે મહિલા યોગ શિબિરમાં આર્ય કન્યા ગુરુકુલ રોજડના આચાર્યા શીતલ તેમની સાથે આર્યાશા,ડોક્ટર સગુણાબેન , ભાવનાબેન, મહિલાઓને જીવન ઉપયોગી તમામ કૌશલ્યનું માર્ગદર્શન આપ્યું હતું.જેમાં શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ થાય તેવા વિષયોનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હજુ આ કાર્યક્રમ આગામી તા.6 સુધી ચાલુ હોય જે કોઈ જોડાવા ઈચ્છતા હોય તે મહિલાઓ જોડાઈ શકે છે.આ મહિલા શિબિર મહર્ષિ દયાનંદ ટ્રસ્ટ એટલે કે મહાલયમાં ચાલે છે. જ્યારે ૧૨ વર્ષથી ઉપરની ઉંમરના દીકરા અને દીકરીઓ માટેની શિબિર આર્ય સમાજ મંદિર ત્રણ હાટડી શેરી ખાતે ચાલુ છે. બંનેનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.