વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર તરીકે વાવડીના શખ્સનું નામ ખુલ્યું મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામેથી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે દરોડો પાડી વિદેશીદારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જયારે વિદેશી દારૂનો આ જથ્થો સપ્લાય કરનાર વાવડીના શખ્સનું નામ બહાર આવતા પોલીસે ફરાર દર્શાવી ચાર ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ ટીમને મોડપર ગામે મોમાઇ માતાજીના મંદીરની બાજુમાં આવેલ તળાવના કાઠે બાવળની જાળીમાં વિદેશીદારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી જયેન્દ્રસિંહ ઉર્ફે લગધીરસિંહ રમુભા ઝાલા,રહે. મોડપર, ચંદ્રસિહ ઉર્ફે મુન્નાભાઇ રમુભા ઝાલા, રહે. મોડપર અને ભરતભાઇ ઉર્ફે પોપટ પાલાભાઇ બડઘા ઓલ સીઝન ગોલ્ડન વ્હીસકીની 17 બોટલ કિંમત રૂપિયા 10,200 સાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય ઈસમોએ વિદેશીદારૂનો આ જથ્થો રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.વાવડી રોડ સૌમેયા સોસાયટી મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા મોરબી તાલુકા પોલીસે ત્રણ ઈસમોને અટકાયતમાં લઈ દારૂ સપ્લાયર રૂષીરાજસિંહને ફરાર દર્શાવી ચારેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.