રહીશોને સાથે સખી આપ મોરબી શહેર ટીમ દ્વારા ચીફ ઓફિસરને આવદેનપત્ર પાઠવાયું મોરબી : મોરબી નગરપાલિકા વોર્ડ.11માં આવેલ વિસ્તારને બંધારણીય સુવિધાઓ પૂરી પાડવા મોરબી નગરપાલીકાને આવેદન પાઠવી 'આપ' દ્વારા માંગ કરવામાં આવી છે.અનેક વખત પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી.તેથી આમ આદમી પાર્ટી આ વિસ્તારના લોકોને સાથે રાખી જન આંદોલન કરશે તેવી ચીમકી આપી છે. મોરબી નગરપાલીકામાં વર્ષોથી વોર્ડ નં.11માં આવેલ રોલા રાતડીયાની વાડી,કપોરીની વાડી,શિયાળની વાડી,પાનેલીની વાડી,સામતાની વાડી તેમજ ખાનરોલાની વાડીમાં આશરે 5 હજારથી ઉપરની વસ્તી ધરાવે છે.તેઓ હજુ પણ વર્ષોથી ભારત દેશ અને પાલિકા એકટ મુજબના બંધારણીય અધિકારોથી વંચિત છે.જેમાં મુખ્યત્વે પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનો વર્ષો જુનો પ્રશ્ન છે.આ વિસ્તારના રહીશો દ્વારા મોરબી નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવતા વિરતારના રહીશો સાથે આમ આદમી પાર્ટી મોરબી શહેર ટીમ દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરેલ કે કોઈપણ પ્રકારનો વહાલા દહોલાની નીતિથી બહાર આવી લોકોના પ્રશ્નો માટે મદદરૂપ થાવ.અન્યથ આમ આદમી પાર્ટી આ વિસ્તારના લોકોને સાથે રાખી જન આંદોલન કરશે તેવું આવેદનપત્રમાં જણાવેલ છે. આ સમયે આમ આદમી પાર્ટી પ્રમુખ મુકેશ હડિયાલ,ઉપપ્રમુખ અરવિંદ ગઢવી,રાજેન્દ્રસિંહ ઝાલા,શહેર મંત્રી વિશાલ દવે,મહિલા પ્રમુખ અલ્પાબેન કકડ, લઘુમતી સેલ પ્રમુખ કરીમ જામ,યુવા ટીમમાંથી હુસેન શાહમદા,વોર્ડ નં.11ના પ્રમુખ પ્રફુલભાઈ નકુમ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.