હળવદ : હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ સામતસર તળાવ કાંઠે બાળકો રમી રહ્યા હતા ત્યારે દડો તળાવમાં પડી જતા દડો કાઢવા તળાવમાં પડેલા ત્રણ બાળકો ડૂબયાં હતા જે પૈકી એક બાળકનું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ સામતસર તળાવ કાંઠે ગઈકાલે બાળકો રમતા હતા ત્યારે દડો તળાવમાં પડી જતા હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતો સીધ્ધરાજભાઇ દીનેશભાઇ પ્રજાપતી ઉ.12 નામનો બાળક તળાવમાં દડો કાઢવા જતા ડૂબી જતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.