મોરબી : મોરબીના શક્તિનગર વિસ્તારમાં કાવેરી સિરામીક પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા દિલાવર ઉર્ફે ભીચુ કાસમભાઇ કટીયા, જુસબ ઉર્ફે જુસો મામદભાઇ મોવર અને જયંતિભાઇ દેવજીભાઇ શ્રીમાળીને સિટી બી ડિવિઝન પોલીસે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3950 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.