મોરબી : મોરબી બાયપાસ ઉપર રવિરાજ ચોકડી નજીક આવેલ રાધે ભરડીયા પાસે અંદાજે 45 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવતા ખેંગારભાઈ કાઠુભાઈ ઝાલાએ મોરબી તાલુકા પોલીસ મથકને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતક યુવાનના વાલી વારસો અંગે શોધખોળ શરૂ કરી છે.