નમાજ પઢવા અંગે મુસ્તાક મીર અને આરીફ મીરના પુત્ર સાથે ઝઘડો થયા બાદ ગઈકાલે મીર પરિવારના ઘર ઉપર થયો હતો હુમલો મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં ગઈકાલે મુસ્તાક મીર અને આરીફ મીરના પુત્ર સાથે ઝઘડો થયા બાદ મીર પરિવારના ઘર ઉપર સોડા બોટલના છુટા ઘા કરવા અંગે ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણમાં સામાપક્ષે નવ શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડયા અંગે ફરિયાદ નોંધાવી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં બનાવ અંગે મુરગીના ધંધાર્થી રહિમ ઉર્ફે ટકો વલીમહમદભાઇ ચાનીયાએ ફરિયાદ કરતા જાહેર કર્યું છે કે તેમના મીત્ર ઇમરાનભાઇનો પુત્ર રેહાન કાલીકાપ્લોટમા આવેલ એહમદશા મસ્જિદે નમાજ પઢવા ગયેલ ત્યા સામાપક્ષના મુસ્તાક મીરના દિકરા ફૈજ તથા આરીફ મીરના દિકરા નઇમ સાથે ઝગડો થયેલ હતો. આ ઝઘડાનો ખાર રાખી ઇમરાનભાઇ કરીમભાઇ મીંયાણા, ડેનીસભાઇ કિશોરભાઇ મીસ્ત્રી, અક્ષય ઉર્ફે ભોલો કિશોરભાઇ મીસ્ત્રી, સવો રમજુભાઇ ચાનીયા, રોહિત બાવાજી, પ્રેમલો દિપકભાઇ ઓડ, આરીફ ઇકબાલભાઇ ફલાણી, રવિ કોળી ઉર્ફે બુચીયો અને ફૈજલ સંધીએ ગઈકાલે ભુંડાબોલી ગાળો આપી, પથ્થર તથા સોડાની કાચની બોટલોના છુટ્ટા ઘા કરી તેમને ડાબા પગના પોંચાના ભાગે ઇજા પહોચાડી હતી. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૩૩૭ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.