સીટી બી ડીવીઝન પોલીસે મોરલા બોલાવ્યા મોરબી : મોરબીના રામધન આશ્રમ નજીક નવા બની રહેલા ગેસ્ટ હાઉસની અગાસીએ બેસી તિન પતિની મોજ માણી રહેલા ચાર જુગારીઓને સિટી બી ડિવિઝન પોલીસે રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 61,500 કબ્જે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પેટ્રોલિંગમાં રહેલ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે, રામધન આશ્રમ સામે, સુપર માર્કેટમાં ચોથા માળે નવા બનતા ગેસ્ટ હાઉસની અગાસીએ બેસી જુગાર રમાઈ રહ્યો છે. બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા દેવકરણભાઇ આંબાભાઇ ભાડજા, રહે. હાલ મહેન્દ્રનગર પટેલ નગર, હરજીવનભાઇ છગનભાઇ સાદરીયા, રહે. હાલ મહેન્દ્રનગર જુનાગામમાં, દેવરાજભાઇ રામજીભાઇ વીલપરા, રહે. હાલ મહેન્દ્રનગર ઉગમણા ઝાંપાની બારે અને મનસુખભાઇ અંબારામભાઇ દેત્રોજા, રહે. મહેન્દ્રનગર, દેવ પેટ્રોલપંપની પાછળ, વાણીયાવાડ સોસાયટી વાળા રોકડા રૂપીયા 61,500 સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.