મોરબી : મોરબી શહેરમાં રહેતી યુવતી ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપમાં રહેતી અને ઘરકામ કરતી 22 વર્ષીય અર્ચનાબેન ખીમજીભાઈ કૈલા ગત તા. 26ના રોજ રાતના ત્રણ વાગ્યેને ત્રીસ મીનીટે પરિજનો સુતા હતા. તે દરમ્યાન કોઈને કહ્યા વગર ઘરેથી નિકળી ગયેલ છે. ગઈકાલે યુવતીના ભાઈએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અર્ચનાબેને શરીરે પીંક કલરનુ ટીશર્ટ તથા બ્લુ કલરની કેપરી પહેરેલ છે. રંગ ઘઉં વર્ણ અને ઉચાઇ આશરે ૫’૫ ઈંચની છે. ડાબા હાથમા કલાઈથી ડાબા હાથથી આંગળી વચ્ચે અંગ્રેજીમા અર્ચના ત્રોફાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..