વિવિધ સ્પર્ધાઓમાં 24 ઇનામો મેળવ્યા મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પેશયલ ખેલ મહાકુંભ 2022નું આયોજન મોરબીના ઉતર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે થયું હતું.આ ખેલ મહાકુંભ નેત્રહીનો માટે યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પેશયલ ખેલમહાકુંભ 2022 નેત્રહીનો માટે યોજાયો હતો.જેમાં મોરબી જિલ્લામાં મોરબીમાં જોધપર નદી ગામ પાસે ઉતર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે સ્પેશયલ ખેલમહાકુંભ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પુરુષોમાં ગોળાફેંક,ચક્રફેંક,બરછીફેંક,100/200મીટર દોડ,ઉંચીકૂદ,ચેસ તેમજ મહિલાઓમાં ગોળાફેંક,ચક્રફેંક,બરછીફેંક જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.અલગ અલગ સ્પર્ધામાં કુલ 27 ઇનામો આપવામાં આવ્યા હતા.જેમાંથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના ભાઈઓ - બહેનોએ 24 ઇનામો મેળવી મોરબીનું તથા મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.