પુરપાટ ઝડપે આવેલા કાર ચાલકે અકસ્માત સર્જતાં એક ઇજાગ્રસ્ત હળવદ : હળવદ તાલુકાના મેરૂપર નજીક પુરપાટ ઝડપે આવેલ સેન્ટ્રો કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર મેરૂપર ગામના પાટિયા નજીક મોટર સાયકલ લઈને જઈ રહેલા મુકેશભાઈ કાભલાભાઈ નાયકાને સેન્ટ્રો મોટરકાર રજી.નં-જી.જે.૦૧ એચ.બી. ૨૯૬૭ના ચાલક દિપકભાઇ રતનદાસ બાવાજી રહે. મેરૂપર વાળાએ હડફેટે લઈ અકસ્માત સર્જતાં મુકેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા કિશનભાઇ કંચનભાઇને પણ માથામા શરીરે હાથે પગે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે મૃતક મુકેશભાઇના ભાઈ શનાભાઇ કાભલાભાઇ નાયકા, રહે. શેરપુરા તા-બોડેલી પોસ્ટ છત્રાલી જી છોટાઉદેપુર વાળાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.