શોભાયાત્રામાં દરેક ભૂદેવોએ મુગટ પહેરીને આવવાનું રહેશે હળવદ : સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા અખાત્રીજને મંગળવારના દિવસ પરશુરામ જન્મ જયંતી નિમિતે ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રામાં દરેક ભૂદેવોએ મુગટ પહેરીને આવવું તેમજ શોભાયાત્રામાં હાજર રહેલ બ્રહ્મ પરિવારો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા આગામી તા.3ને મંગળવાર એટલે કે અખાત્રીજના દિવસે સાંજે 4 કલાકે પરશુરામ મંદિર,સારા રોડ,હળવદ ખાતે પરશુરામ જન્મ જયંતી નિમિતે ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.પરશુરામ મંદિર થી શરણેશ્વર મહાદેવ મંદિર થી દરબાર નાકે થી લક્ષ્મીનારાયણ ચોક થી બ્રાહ્મણની ભોજન શાળા સુધી શોભાયાત્રા યોજાશે.આયોજક સમસ્ત બ્રહ્નસમાજ હળવદ,પરશુરામ મંદિર-હળવદ અને પરશુરામ યુવા ગ્રુપ-હળદવા દ્વારા દરેક ભૂદેવોએ શોભાયાત્રામાં મુગટ પહેરીને આવવા અપીલ કરવામાં આવી છે.શોભાયાત્રામાં હાજર રહેલ બ્રહ્મ પરિવારો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..