સતત બે વર્ષથી ઓફલાઈન શિક્ષણથી વંચિત તરુણોનો મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીએ હાથ ધર્યો સર્વે મોરબી : કોરોનાકાળના 2 વર્ષના લાંબા સમય ગાળામાં વિદ્યાર્થીઓમાં સમાયોજનની અનેક સમસ્યાઓ નજરે ચડી છે. આજે સમાજમાં નાના બાળકો અને તરુણોમાં આક્રમકતા અને સમાયોજનના અસંખ્ય કેસ જોવા મળે છે. કોરોના કાળે આપણને ઘણી નુકશાની આપી છે. જેમાં શારીરિક, આર્થિક કરતા માનસિક અને સંસ્કારગત નુકશાની ખુબ જ થઇ છે. શાળા કોલેજ ઓફ્લાઈન શરુ થયા પછી વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે, વિદ્યાર્થી શિક્ષક વચ્ચે અને ઘર પરિવારના સભ્યોમાં સમાંયોજનના અસંખ્ય પ્રશ્નો ઉભા થયા છે. બાળકો અને તરુણોમાં કેવા સમાયોજનના પ્રશ્ન થયા છે તે જાણવા હેતુ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની મોર ભારતીએ અધ્યાપક ડો. હસમુખ ચાવડાના માર્ગદર્શનમાં સર્વે કર્યો હતો. આ સર્વેમાં કુલ 1170 તરુણો જેમાં 47.10% તરુણ અને 52.90% તરુણીઓ એ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. આ સર્વેમાં ચોકાવનાર હકીકતો સામે આવી છે. આ સર્વેમાં પૂછવામાં આવેલ સવાલો જેમાં તમારા કુટુંબમાં વારેવારે માથાકૂટ થાય છે? આ પ્રશ્નના જવાબમાં 63.30% તરૂણોએ હા જણાવી, 30.60% તરૂણોએ ક્યારેક ક્યારેક કહ્યું અને 6.10% તરૂણોએ ના કહી. તમને લાગે છે કે તમારા માતાપિતાનો વ્યવહાર તમારા વિકાસ માટે યોગ્ય છે? જેમાં 85.70% તરૂણોએ ના કહી. બે વર્ષ સતત ઘરે જ રહ્યા ત્યારે તમારી વર્તણુક બાબતમાં તમારા પરિવારના સભ્યો ભૂલ કાઢતા હતા? 60.30% તરૂણોએ હા કહી. તમને પરિવારના સભ્યોની અંગત ટેવો અડચણરૂપ લાગે છે? 62 % તરૂણોએ હા કહી. તમારા પરિવારમાં કેવું વાતાવરણ છે? 35% તરૂણોએ જણાવ્યું કે આપખુદ શાહી, 30.10% તરૂણોએ આદેશાત્મક કહ્યું, 25.30% તરૂણોએ કહ્યું સહકારયુક્ત પણ રૂઢીચુસ્ત અને 9.60% તારૂનોએ જણાવ્યું કે ઘરનું વાતાવરણ અમને અનુકુળ લાગે તેવું છે. તમારે પરિવારમાં મતભેદ થાય છે? જેમાં 61% તરૂણોએ વારે વારે કહ્યું, 28.20%એ ક્યારેક ક્યારેક કહ્યું અને 10.80% જણાવ્યું કે ખુબ ઓછા મતભેદ થાય છે. ઘરના સભ્યો સાથે અણબનાવને કારણે ઘર છોડી જતું રહેવાની ઈચ્છા થાય છે? આ પ્રશ્નના જવાબમાં 70.30% તરૂણોએ ઘણીવાર કહ્યું, 19.10% તરૂણોએ ક્યારેક ક્યારેક કહ્યું અને 10.60% જણાવ્યું કે ક્યારેય નહિ. તમારા નજીકના સગા પ્રત્યે તિરસ્કાર કે ધ્રુણા અનુભવો છો ? 65.70% હા કહી. શિક્ષકો દ્વારા આપવામાં આવતી સુચનાથી અકળામણ અનુભવો છો ? 75.70% તરૂણોએ હા કહી. બે વર્ષના લાંબા સમયગાળાથી સતત ઘરમાં રહેવાના કારણે હવે અન્ય લોકો સાથે સમાયોજનમાં મુશ્કેલી અનુભવો છો ? 70% તરૂણોએ હા કહી. શું તમે તમારા માતાપિતાને તમારી અંગત વાતો શેર કરી શકો છો ? 68.70% તરૂણોએ હા કહી. નાના કે મોટા ભાઈ - બહેન સાથે અનુકુળતા અનુભવો છો ? 27.90% એ કહ્યું કે ઘરમાં જ અનુકૂળતા લાગતી નથી. શું તમે તમારા ઘરમાં એકલતા અનુભવો છો ? 73.30% તરૂણોએ હા કહી. હાલ જયારે ઘણા લાંબા સમય પછી શાળાઓ અને કોલેજો ઓફલાઇન શરૂ થયા છે ત્યારે વિદ્યાર્થીનું વર્ગખંડમાં તેમજ શિક્ષકો, મિત્રો, ઘરના સભ્યો સાથેનું જે નકારાત્મક વલણ જોવા મળ્યું છે એ જાણે એવું દર્શાવે છે કે વિદ્યાર્થીઓએ જુદી દિશા નકકી કરી લીધી હોય. આ કોરોનાએ જયારે ભરડો લીધો ત્યારે આશ્ચર્ય સાથે જોવા મળતી બાબતમાં વિદ્યાર્થીઓ સતત ઘરે રહીને તેનું ધ્યાન જુદી દિશામાં પરિવર્તિત થતું જોવા મળ્યું હતું. પહેલા જ્યારે કોરોનાના કારણે બાળકોને ઘરે રહીને કંટાળો આવતો હતો, ઘરે ગમતું ન હતું, શાળા કોલેજો યાદ આવતી હતી, શિક્ષકો પાસે જવાની માંગણી કરતા હતા, જલ્દી શાળા શરુ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરતા બાળકોને આજે વર્ગખંડમાં બેસવું ગમતું નથી. આ લાંબા સમયગાળામાં બાળકો ઘરે રહ્યા અને ઓનલાઈન શિક્ષણ મેળવ્યું તો બાળકોએ તેનું મન ઘરે જ અને મોબૈલામાં મનાવી લીધું. સતત ઘરે રહેવાને કારણે શાળા કોલેજો પ્રત્યે તેનું વર્તન બદલાય ગયું છે. કોઈપણ બાબતની લત લાગ્યા પછી છોડાવવી એ ખૂબ અઘરું કાર્ય છે. બાળકોને એક વખત મોબાઈલ કે ઓનલાઈન ભણવાની જ લત લાગી અને તેના કારણે શાળાની ટેવ પડાવવી મુશ્કેલ બની રહી છે. મનોવિજ્ઞાન અનુસાર પરિસ્થિતિ બદલાય ત્યારે સમાયોજન સાધવું બાળકો માટે મુશ્કેલ બને છે. તો જ્યારે બાળકો હવે ઓનલાઇન એડજ્યુકેશન પછી ઓફલાઇન કલાસરૂમ સમાયોજન નથી સાધી શકતા એ પણ એક પ્રશ્ન સામે આવ્યો છે કેળવણી અને સમાજિકરણના પાયામાં શાળા અને શિક્ષકનું બહુ મોટું યોગદાન રહ્યું છે. પણ સતત લાંબા સમય સુધી શાળાઓ બંધ રહી હોવાથી બાળકની કેળવણી પર તેની વિપરીત અસર જોવા મળી છે જે તેના ભવિષ્ય માટે પડકારરૂપ છે. એક સમય એ હતો જ્યારે બાળકને ઓનલાઈન શિક્ષણમાં મુશ્કેલીઓ પડતી અને હવે બાળકને શાળાએ જવું અને આખો દિવસ વર્ગખંડમાં બેસવું ગમતું નથી, શિક્ષકો ભણાવે તેમાં રસ નથી, લખવું ગમતું નથી, મોબાઈલની એટલી હદે લત લાગી છે કે ઘરમાં કોઈ સદસ્યો સાથે બેસીને વાત કરવી ગમતી નથી, પોતાની અંગત વાતો માતા પિતાને પણ નથી કહી શકતા, મિત્ર વર્તુળથી જુદા થઈ ગયા. આમ, કોરોનાની બાળકોના શિક્ષણ પર તો અસર જોવા મળી જ છે પણ કોરોનાના લાંબા સમય સુધી ઘરે જ કોઈ સક્રિય કામગીરી ના હોવા ના કારણે તેની નિષેધક અસરો તેના સમાંયોજનમાં પણ જોવા મળી છે. તેની સર્જનાત્મક શક્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે એક રોબોટીક કાર્ય કરતા જોઈ શકાય છે. સમાયોજનની સમસ્યાઓના કારણો: - મૌખિક અભિવ્યક્તિમાં ખામી આવી ( અન્ય સાથેના પ્રત્યાયનમાં ખામી ) - વાંચન ક્ષમતામાં ઘટાડો (મોબાઈલ અને ઈન્ટરનેટનાં કારણે) - લેખન કાર્યમાં ખામી (શબ્દો લખવામાં કે ઓળખ કરવામાં ભૂલ કરવી) - અગાઉના શિક્ષણમાં જોવા મળતો સ્મૃતિલોપ ( શીખેલી બાબતોને ભૂલી જવી) - વિચાર શક્તિમા જોવા મળતી અરુચિ - ઓનલાઇનને કારણે મોબાઈલ પ્રત્યે વધતું આકર્ષણ ટીવીમાં સતત કોમેડી શો જોઈને મજા માણવી જેના કારણે લેક્ચર ભરવામાં કંટાળો - શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયામાં જોવા મળતું અંતર - શાળાઓ બંધ હોવાને કારણે માતાપિતા કંટાળી ગયા - ઘરે રહીને મરજી મુજબનું વર્તન કરવાની ટેવ પડી - જુદી જુદી રમતો રમતા શિક્ષણ ભૂલી ગયા સમાયોજનની સમસ્યાને દૂર કરવાના ઉપાયો: કોરોનામાં પછી લાંબા સમયની આરામદાયક પરિસ્થિતિમાંથી જ્યારે ફરી સક્રિય કાર્ય કરવાનું થયું એટલે કે...