મયાન મેટરનિટી હોસ્પિટલના 10માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે કેમ્પનું આયોજન કેમ્પમાં ટેસ્ટટ્યુબ બેબી અંગેનું કાઉન્સેલિંગ સાથે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે માતૃત્વનું સુખ મેળવવાનો સુવર્ણ અવસર ઘરઆંગણે જ આવ્યો છે. મોરબીની મયાન મેટરનિટી હોસ્પિટલને તા.28ના રોજ સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થતાં 10માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આગામી તા.1 મેને રવિવારના રોજ ટેસ્ટટ્યુબ બેબીનો કાઉન્સેલિંગ અને માર્ગદર્શન કેમ્પ વિનામૂલ્યે યોજાવાનો છે. તો નિઃસંતાન દંપતિએ આજે જ રજિસ્ટ્રેશન કરાવી આ કેમ્પનો લાભ લેવાનું ચૂકવું નહિ. મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર શહેરનું એકમાત્ર ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર મયાન મેટરનિટી હોસ્પિટલ કાર્યરત છે. જે નિઃસંતાન દંપતિ માટે સંતાન પ્રાપ્તિનું આશાનું કિરણ છે. પ્રથમ બાળક બાદ બીજું બાળક ન થવું, મોટી ઉંમરના કારણે બાળક ન રહેવું, પુરુષોમાં શુક્રાણુંઓની ખામી હોવી, ગર્ભાશયમાં ગાંઠ, સોજો કે ટીબી હોવુ. IUI કે IVFમાં નિષ્ફળતા, બહેનોમાં સ્ત્રીબીજ ન બનવા- નાના બનવા કે નળીઓ બંધ હોવી વગેરે સમસ્યા હોવા છતાં આ સેન્ટર દ્વારા માતૃત્વનું સુખ આપવામાં આવે છે. આ સાથે જોખમી સભર્ગાવસ્થા, સ્ત્રી રોગ, વ્યંધત્વ નિવારણ તથા ક્રિટીકલ કેસની અહીં સારવાર કરવામાં આવે છે. અહીં બહોળો અનુભવ ધરાવતા ડો. સ્વાતિ એમ.પટેલ (એમડી ગાયનેક) તથા ડો. મુકેશ એમ પટેલ (એમબીબીએસ એમ્બ્રિયોલોજીસ્ટ)ની સેવા મળે છે. અત્યંત આધુનિક સાધનોથી સુસજ્જ મયાન મેટરનિટી હોસ્પિટલમાં જોખમી ગર્ભાવસ્થા તથા લેપ્રોસ્કોપિક ઓપરેશનની સુવિધા પણ છે. આ હોસ્પિટલ દ્વારા છેલ્લા 2 વર્ષથી સક્રિય આઇવીએફ સેન્ટર દ્વારા ઘણા નિઃસંતાન દંપતિઓને સંતાન સુખની પ્રાપ્તિ કરાવવામાં આવી છે. કેમ્પનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9879245452 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 9 વર્ષમાં મેળવેલ સિદ્ધિઓ 400થી વધુ સફળ આઇ.યુ.આઇ. સારવાર 6000થી વધુ જોખમી ડિલિવરી 200થી વધુ નિયર મિસ મોર્ટેલીટીની સફળ સારવાર 100થી વધુ જટિલ લેપ્રોસ્કોપી તથા હિસ્ટ્રોસ્કોપીની સર્જરી ઉપલબ્ધ સુવિધાઓ એડવાન્સ મોડ્યુલર આઇવીએફ સેન્ટર આઇ.સી.એસ.ઇ. (ઇન્ટ્રા સાઈટોપ્લાસ્મીક સ્પર્મ ઇન્જેક્શન) એન્ડોમેટ્રીઅલ રેજુવનેશન સ્પર્મ ક્રાયોપ્રિઝર્વેશન એમ્બ્રયો એન્ડ બ્લાસ્ટો ક્રાયોપ્રિઝર્વેશન એડવાન્સ ગાયનેક લેપ્રોસ્કોપી યુનિટ 4ડી સોનોગ્રાફી