મોરબી : મોરબી પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂના દુષણ સામે સઘન કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ગઈકાલે લગધીરવાસ ચોકમાંથી પોલીસે બિયરના છ ડબલા સાથે રેખાબેન નામના મહિલાને ઝડપી લેતા બુટલેગર આલમમાં ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે લગધીરવાસ ચોક નજીક રેખાબેન લલીતભાઈ વઘોરા રે.વાવડીરોડ ગૌશાળા પાસે, નામના મહિલા પ્લાસ્ટિકની થેલીમાં કઈક શંકાસ્પદ વસ્તુ સાથે ઉભા હોય તેઓને પોલીસ ટીમના મહિલા કર્મચારીઓ દ્વારા ચેક કરવામાં આવતા તેમના કબ્જામાંથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ 6 કિંમત રૂપિયા 600 મળી આવતા પોલીસે મહિલાની અટકાયત કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.