સિટી એ ડિવિઝન પોલીસે વજેપરમાંથી 350 લીટર દારૂ બરેલી ઇકો ઝડપી લીધી : ચાર વિરુગદ્ધ ગુન્હો મોરબી : મોરબીના દેશી દારૂના ધંધાર્થી એવા પ્રેમલા અને સુડાને રાજકોટથી ઇકો કાર ભરીને દેશી દારૂ ડિલિવરી કરવા આવેલા રવિ નામના શખ્સને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વજેપરમાંથી ઝડપી લઈ કુલ ચાર ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી વજેપર શેરી નં.24ના નાકા પાસેથી રવીભાઈ સંજયભાઈ સોલંકી, રહે ચુનારાવાડ શેરી નં.1રામનાથ મંદીરની પાસે રાજકોટ વાળાને ઇકો કારમાં 350 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 7000 સાથે ઝડપી લઈ રૂપિયા 2 લાખની ઇકો કાર સહિત 2.07 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસે દેશી દારૂ સાથે રંગે હાથ ઝડપી લીધેલા રવીની પૂછપરછ કરતા દેશી દારૂનો આ જથ્થો સુનીલભાઈ કિશનભાઈ સોલંકી, રહે. ચુનારાવાડ શેરી નં.૧ રાજકોટ વાળાએ પ્રેમજી ઉર્ફે પ્રેમલો દિપકભાઈ ઓડ, રહે. કાલીકા પ્લૉટ મોરબી અને સુરેશ ઉર્ફે સુડો લક્ષમણભાઈ થરેશા, રહે. વજેપર શેરી નં.24ને ડિલિવરી કરવા મોકલ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રવીને અટકાયતમાં લઈ ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.