મોરબી : મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરૂવારે પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના આંગણે અનેરો ઉત્સવ આવ્યો છે. કારણ કે કંડલા બાયપાસ રોડ પર દુર્લભ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ નવનિર્મિત SMVS સ્વામિનારાયણ મંદિર મોરબી ખાતે આગામી તા. 28ને ગુરુવારે સાંજે 6-30થી 9-30 કલાક દરમિયાન ભગવાન સ્વામિનારાયણની પુન: મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે ગાંધીનગરથી હરીકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય સત્યસંકલ્પદાસજી સ્વામી આશીર્વાદ આપવા માટે પધારવાના છે. પ્રોગ્રામ બાદ જમણવાર રાખેલ છે. વધુ વિગત માટે મો. 97258 55580 પર સંપર્ક કરી શકાશે. તો સહપરિવાર મિત્ર-વર્તુળ સહિત પધારવા મોરબીના હરિભક્તોને યાદીમાં ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે.