મોરબી : મોરબી તાલુકાના અમરનગર નજીક આવેલ કોજી સિરામીક ફેકટરીમાં કામ કરતા હર્ષદભાઇ રમેશભાઇ સોડમિયા ઉ.22 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાની રૂમમાં ગળે ટૂંપો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.