મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટમાં બીજા માળે કામ કરતા સમયે પટકાઈ જતા મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર શેરી નં 4માં રહેતા ભાવેશભાઇ ગગુભાઇ અવાડીયા ઉ.40નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.