માળીયા : માળીયા મિયાણા નજીક હાઇવે ઉપર રોંગ સાઈડમાં ધસી આવેલ ટ્રેલર ટ્રક અને અન્ય ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતા એક ટ્રેલર ચાલકનું કેબિનમાં ચગદાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય ટ્રેલર ચાલકને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં મૂળ રાજસ્થાનના રહેવાસી ટ્રેલર ચાલક વીજેન્દ્રકુમાર કૈલાશચંદ શર્માએ ટ્રક ટ્રેલર નંબર PB-04-AB-7582ના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ગત તા. 22ના મોડીરાત્રે રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રક ટ્રેલર ચાલકે તેમના ટ્રક સાથે મોરે મોરો ભટકાડતા તેમને ઇજા પહોંચી હતી અને આ અકસ્માતમાં સામાવાળા ડ્રાઇવરનું કેબિનમાં ચગદાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે રોંગ સાઈડમાં આવી અકસ્માત સર્જી મૃત્યુ પામનાર ડ્રાઇવર વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.