માળીયા પોલીસે સપાટો બોલાવતા જુગારીઓમાં ફફડાટ માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે ચાચાવદરડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં તિનપતિનો જુગાર રમતા પાંચ આરોપીઓને 38,500 રોકડા સહિત કુલ 2.59 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના ચાચાવદરડા ગામ જવાના રસ્તે હનુમાનજી મંદીર પાસે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામા જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડતા આરોપી જયંતીભાઇ વાઘજીભાઇ વરસડા રહે.મોરબી-૨ ઉમા ટાઉનશીપ પરિશ્રમ એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૨ મોરબી રહે મુળ સરવડ, કરશનભાઇ જલાભાઇ ભુંડીયા, રહે.પીપળીયા તા.જી.મોરબી, શીવુભા દિલુભા જાડેજા, રહે.ચાચાવદરડા, વિરેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા, રહે.હાલ રોટરી મીડ ટાઉન મોરબી, મુળ મોટા વડા તા.લોધીકા જી.રાજકોટ અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા, રહે,હાલ જન કલ્યાણ સોસાયટી બ્લોકનં.૭૬ મોરબી, મુળ ચાંચાવદરડા તા.માળીયા વાળાને તિનપતિ રમતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. વધુમાં પોલીસે જુગાર દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂપીયા 38500, અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-5 કિંમત રૂપિયા 20,500 તથા ડસ્ટર કાર કિંમત રૂ.2 લાખ મળી કુલ રૂપિયા 2.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સફળ કામગીરી માળીયા પીએસઆઇ બી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ સંજયભાઇ રાઠોડ, ભગીરથસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.